શહેરમાં નવરાત્રી ઉત્સવ નું ધુમ ધામ થી આયોજન

151

 

મૂલ
ગુજરાતની પરંપરા અનુસાર તેમજ લોક નૃત્યની સાથે નવરાત્રીના પાવન પર્વ પર મૂલ શહેરમાં ગરબા તથા દાંડિયા રાસ ની ધૂમ રહી છે. નવરાત્રીના પર્વની વાત હોય અને ગુજરાતનો ઉલ્લેખ ન થાય એવુ અશક્ય છે. આ ત્યોહાર દાંડિયા અને ગરબાની નૃત્ય ભક્તિનું એક સ્વરૂપ છે.અહીંયાં ના ગુજરાતી સમાજ વતી નવયુવક ઉત્સવ મંડળ દ્વારા રામલીલા ભવનમાં દાંડિયા રાસ તથા ગરબાનું આયોજન કરવામાં આવેલ છે .તેમજ પોસ્ટ ઓફિસના નજીક દરાર દુર્ગા મંડળ વતી દરરોજ ગરબા રમવામાં આવે છે . ચંદ્રપુર માર્ગ પર સ્થિત શ્રી મા દુર્ગા મંદિર પરિસરમાં પણ હરરોજ રાસ ગરબા નું આયોજન કરવામાં આવેલ છે. નાના બચ્ચાઓ, બહેનો તથા ભાઈઓ આ નવરાત્રી ઉત્સવના નિમિત્તે આયોજિત દાંડિયા રાસ તથા ગરબામાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ નવરાત્રી ઉત્સવ નિમિત્તે માતા જાગરણ તથા ગરબા રાસ હરફાઈ નું પણ આયોજન કરવામાં આવેલ હતું. પુરા શહેરને લાઈટની રોષનાઇ થી સજાવી રાખેલ છે. આ નવરાત્રી ના પાવન અવસર માં બધા સમુદાય ના લોકો ને સાથે આવીને ત્યોહાર ઉજવતા જોતા દેશ ની અખંડ એકતા ના દર્શન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here