મૂલ (ચંદ્રકાંત મણીયાર)
જિલ્લાના પાલક મંત્રી સુધીર મુનગંટીવારના પ્રયાસોથી મૂલ ઉપ જિલ્લા હોસ્પિટલમાં 100 બેડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જેનું કામ વધારાની જમીન ન મળવાને કારણે રોકાયલું હતું.
આખર 10મી ઓક્ટોબરે નાગ વિદર્ભ ચરખા સંઘ દ્વારા ચંદ્રપુરના સિવિલ સર્જન હોસ્પિટલ નામે જમીનની નોંધણી કરવામાં આવી. એવું કહેવામાં આવ્યું હતું કે, કુલ 2 હેક્ટર 30 આર. જમીનની જરૂરત હતી, જેની નોંધણી સમયે, ચંદ્રપુર જિલ્લા સર્જન ડૉ. મહાદેવ ચિંચોલે, ડૉ. બંડુ રામટેકે, અહીંયા ના ઉપ જિલ્લા હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કુલમેથે હાજર હતા.